ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કલા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ

૧. पुं. ( પિંગળ ) એક જગણ અને ગુરુ મળી ચાર માત્રાનો એક સમવૃત્ત વર્ણમેળ; છંદ; નગાનિકા; કુમારિકા; નગા; નગણિકા; નગી; નગન્નિકા; જયા; નિર્ગલા; નગાલિકા. આ છંદ સુપ્રતિષ્ઠા છંદનો એક ભેદ છે.
૨. पुं. એક પ્રાચીન તોલ.
૩. [ અ. ] पुं. કિલ્લો; ગઢ.
૪. पुं. કોણીથી કાંડા સુધીનો ભાગ.
૫. स्त्री. અક્ષર; વર્ણ.
૬. स्त्री. અગ્નિનો એક ભાગ.
૭. स्त्री. અઢી પળનો ભાગ.
૮. स्त्री. અદ્ભુત શક્તિ. શાસ્ત્રોમાં જણાવેલ ચોસઠ પ્રકારની કલા નીચે પ્રમાણે છે: (૧) ગીત (ગાવું). (૨) વાદ્ય (બજાવવું). (૩) નૃત્ય (નાચવું). (૪) નાટય (અભિનય કરવા). (૫) આલેખ્ય (ચીતરવું). (૬) વિશેષકચ્છેદ્ય (તિલકનો સંચો બનાવવો). (૭) તંડુલ-કુસુમાવલિ-વિકાર (ચોખા અને ફૂલોનો ચોક પૂરવો). (૮) પુષ્પાસ્તરણ (ફૂલનોની સેજ બનાવવી). (૯) દશનવસનાંગરાગ (દાંત અને અંગોને રંગવાની વિધિ જાણવી). (૧૦) મણિભૂમિકાકર્મ (ઋતુને અનુકૂળ ઘર ચણવું). (૧૧) શયનરચના (પલંગ બિછાવવો). (૧૨) ઉદકવાદ્ય (જલતરંગ બજાવવું). (૧૩) ઉદકઘાત (ગુલાબદાની વાપરવાની વિદ્યા). (૧૪) ચિત્રયોગ (અવસ્થા પરિવર્તન કરવી એટલે કે જુવાનને બુઢ્ઢો કે બુઢ્ઢાને જુવાન બનાવવો). (૧૫) માલ્યગ્રંથન વિકલ્પ (દેવપૂજાને માટે કે પહેરવાને માટે માળા ગૂંથવી). (૧૬) કેશશેખરાપીડ યોજન (શિખર ઉપર ફૂલોથી અનેક જાતની રચના કરવી કે માથાના વાળમાં ફૂલ લગાવી ગૂંથવું). (૧૭) નેપથ્યયોગ (દેશકાળ અનુસાર વસ્ત્ર, આભૂષણ વગેરે પહેરવાં). (૧૮) કર્ણપત્ર ભંગ (કાને પહેરવા માટે કર્ણફૂલ વગેરે આભૂષણ બનાવવાં). (૧૯) ગંધયુક્તિ (સુગંધી પદાર્થ બનાવવાં). (૨૦) ઇંદ્રજાલ (જાદુગરીના પ્રયોગો). (૨૧) કૌચમારયોગ (કદરૂપાને સુંદર બનાવવું). (૨૨) ભૂષણ યોજના (ઘરેણાં પહેરવાની પદ્ધતિ). (૨૩) હસ્તલાઘવ (હાથની ચાલાકી). (૨૪) ચિત્રશાકાપૂપભક્ષ્ય વિકાર ક્રિયા (અનેક જાતનાં શાક તથા માલપૂઆ વગેરે ખાવાના પદાર્થ બનાવવા). (૨૫) પાનકસરાગાસવયોજન (અનેક જાતનાં શરબત, અર્ક અને શરાબ વગેરે બનાવવાં.) (૨૬) સૂચીકર્મ (સીવવું). (૨૭) સૂત્રકર્મ (સીવણકામ). (૨૮) પ્રહેલિકા (બીજાને બોલતો બંધ કરવા માટે ગૂંચવણ ભરેલા પ્રશ્નો પૂછવા). (૨૯) પ્રતિમાલા (અંત્યાક્ષરી કહેવી). (૩૦) દુર્વાચકયોગ (કઠિન પદો અને શબ્દોના અર્થ કાઢવા). (૩૧) પુસ્તકવાચન (સ્પષ્ટ રીતે પુસ્તકનું વાચન કરવું). (૩૨) કાવ્યસમસ્યાપૂર્તિ (કવિતાની પાદપૂર્તિ કરવી). (૩૩) પટ્ટિકાવેત્રગણવિકલ્પ (દોરી કે નેતરથી ભરવું ) . (૩૪) નાટિકાખ્યાયિકા-દર્શન (નાટક જોવું ને બતાવવું). (૩૫) તર્કકર્મ (દલાલ કરવી). (૩૬) તક્ષણ (સુતાર તથા કડિયાનું કામ). (૩૭) વાસ્તુવિદ્યા (ઘર બનાવવું). (૩૮) રૂપ્યરત્નપરીક્ષા (સોના, ચાંદી તથા રત્નોની પરીક્ષા). (૩૯) ધાતુવાદ (કાચી ધાતુ સાફ કરવી). (૪૦) મણિરાગજ્ઞાન (રત્નોના રંગ જાણવા). (૪૧) આકારજ્ઞાન (ખાણની વિદ્યા). (૪૨) વૃક્ષાયુર્વેદયોગ (વૃક્ષનું જ્ઞાન, ચિકિત્સા તથા રોપવાની વિધિ). (૪૩) મેષકુક્કુટલાવકયુદ્ધ વિધિ (મરઘાં, કુકડાં લાવક વગેરે પક્ષીને લડાવવાની ક્રિયા). (૪૪) શુકસારિકા આલાપન (પોપટ, મેના પઢાવવાં). (૪૫) ઉત્સાહન (શરીર ચોળવું). (૪૬) અક્ષરમુષ્ટિકાકથન ( કરપલ્લવી). (૪૭) કેશમાર્જન (કુશળતાથી વાળ ઓળવા તથા તેલ નાખવું). (૪૮) મ્લેચ્છિતકલા વિકલ્પ (મ્લેચ્છ અથવા વિદેશી ભાષાઓ જાણવી). (૪૯) દેશી ભાષાજ્ઞાન (પ્રાકૃતિક બોલીઓ જાણવી). (૫૦) પુષ્પશકટિનિમિત્તજ્ઞાન (વાદળાં ગાજવાં, વીજળી ચમકવી વગેરે દૈવી લક્ષણ જાણીને આગામી ભાખવી). (૫૧) યંત્રમાતૃકા (યંત્રનિર્માણ). (૫૨) ધારણમાતૃકા (સ્મરણશક્તિ વધારવી). (૫૩) પાઢ્ય (કોઇને બોલતું ગાતું સાંભળી તે પ્રમાણે બોલવું ગાવું). (૫૪) માનસી કાવ્યક્રિયા (મનમાં કાવ્ય કરીને શીધ્ર કહેવું). (૫૫) ક્રિયાવિકલ્પ (ક્રિયાનો પ્રભાવ બદલવો). (૫૬) છલિતકયોગ (છલ કે ધૂર્તતા કરવી). (૫૭) અભિધાન કોષ (છંદોનું જ્ઞાન). (૫૮) વસ્ત્રગોપન (વસ્ત્રોની રક્ષા કરવી). (૫૯) દ્યુતવિશેષ (જુગાર રમવો). (૬૦) આકર્ષણક્રીડા ( પાસા વગેરે ફેંકવા). (૬૧) બાળક્રિડા કર્મ (બાળકને રમાડવું). (૬૨) વૈનાયકી વિદ્યાજ્ઞાન (વિનય, શિષ્ટાચાર, ઇલ્મ વગેરે કરવા). (૬૩) વૈજયિકી વિદ્યાજ્ઞાન (જય મેળવવાને માટે જાણવાની ક્રિયા. જેમકે, શિકાર, લશ્કરી તાલીમ વગેરે). (૬૪) વૈતાલિકી વિદ્યાજ્ઞાન (રાગ, પાઘ, પરખ, નાડી, ન્યાય, તરવું, તંતરવું અને ચોરી કરવી).
૯. स्त्री. અંશ; નાનો ભાગ.
૧૦. स्त्री. ( ગણિત ) અંશનો ૬૦મો અને વર્તુળનો ૨૧૬૦૦મો ભાગ.
૧૧. स्त्री. ઇલમ; ઇલાજ; ઉપાય.
૧૨. स्त्री. એ નામની મણિદ્વિપની દેવી. તે ચોસઠ છે: પિંગલાક્ષી, વિશાલાક્ષી, સ્મૃદ્ધિ, વૃદ્ધિ, શ્રધ્ધા, સ્વાહા, સ્વધા, અભિખ્યા, માયા, સંજ્ઞા, વસુંધરા, ત્રિલોકધાત્રી, સાવિત્રી, ગાયત્રી, ત્રિદશેશ્વરી, સુરૂપા, બહુરૂપા, સ્કંદમાતા, અચ્યુતપ્રિયા, વિમલા, અમલા, અરૂણી, આરૂણી, પ્રકૃતિ, વિકૃતિ, સૃષ્ટિ, સ્થિતિ, સંહ્યતિ, સંધ્યા, માતા, સતી, હંસી, મર્દિકા, વિજ્રિતા, દેવમાતા, ભગવતી, દેવકી, કમલાસના, ત્રિમુખી, સપ્તમુખી, અન્યા, સુરાસુરમર્દિની, લંબોષ્ટી, ઊર્ધ્વકેશી, બહુશીર્ષા, વૃકોદરી, રથરેખા, શશિરેખા, ગગનવેગા, પવનવેગા, ભ્રુવનપાલા, મદનાતુરા, અનંગા, અનંગમદના, અનંગમેખલા, અનંગકુસુમા, વિશ્વરૂપા, સુરાદિકા, ક્ષયંકરી, અક્ષોભ્યા, સત્યવાદિની, શુચિવ્રતા, ઉદારા અને વાગીશી.
૧૩. स्त्री. ( પુરાણ ) કર્દમ ઋષિની એ નામની દીકરી. તે મરીચિ પ્રજાપતિને પરણી હતી. તેનાથી તેને કશ્યપ તથા પૂર્ણિમા નામનાં બે સંતાન થયાં હતા.
૧૪. स्त्री. કોઇ પણ વસ્તુનો એક ભાગ.
૧૫. स्त्री. કૌતુક; નવાઇ.
૧૬. स्त्री. ગતિનું એક માપ.


૧૭. स्त्री. ( સંગીત ) ગાવા તથા વગાડવામાં ધ્વનિનું પ્રમાણ. તેના બે પ્રકાર: સૂક્ષ્મકલા અને સ્થૂલકલા.
૧૮. स्त्री. ચંદ્રનો સોળમો ભાગ. ચંદ્રની સોળ કળા: ૧. અમૃતા, ૨. માનદા, ૩. પૂષા, ૪. પુષ્ટી, ૫. તુષ્ટિ, ૬. ધૃતિ, ૭. શશની, ૯. ચંદ્રિકા, ૧૦. કાંતિ, ૧૧. જ્યોત્સના, ૧૨. શ્રી, ૧૩. પ્રીતિ, ૧૪. અંગદા, ૧૫. પૂર્ણા, ૧૬. પૂર્ણામૃતા. પુરાણમાં લખ્યું છે કે ચંદ્રમામાં અમૃત છે. તેને દેવતાઓ પીએ છે. શુકલપક્ષમાં ચંદ્રમાં કલાએ કરીને વધતો જાય છે અને પૂર્ણિમાને દિવસે તેની સોળ કળા પૂર્ણ થાય છે. કૃષ્ણપક્ષમાં તેનું એકઠું કરેલું અમૃત કલા કરીને નીચે પ્રમાણે દેવતાએ પીએ છે: પહેલી કળાને અગ્નિ, બીજીને સૂર્ય, ત્રીજીને વિશ્વદેવા, ચોથીને વરુણ, પાંચમીને વષટ્કાર, છઠ્ઠીને ઇંદ્ર, સાતમીને દેવર્ષિ, આઠમીને અજએકપાત, નવમીને યમ, દશમીને વાયુ, અગિયારમીને ઉમા, બારમીને પિતૃગણ, તેરમીને કુબેર, ચૌદમીને પશુપતિ, પંદરમીને પ્રજાપતિ અને સોળમી કળા અમાવાસ્યાને દિવસે પાણી અને ઔષધિઓમાં પ્રવેશ કરી જાય છે, જે ખાવાપીવાથી પશુઓમાં દૂધ થાય છે. દૂધમાંથી ઘી થાય છે અને આહુતિ દ્વારા ઘી ચંદ્રમા સુધી પહુંચે છે.
૧૯. स्त्री. ચંદ્રભાગમાં રહેલી એ નામની દેવીની પીઠ.
૨૦. स्त्री. ચોપન વાયુતત્ત્વ દેવતા માંહેની એક. જુઓ વાયુતત્ત્વ દેવતા.
૨૧. स्त्री. ( તાંત્રિક ) છત્રીસ તત્ત્વ માંહેનું આઠમું તત્ત્વ. જુઓ અષ્ઠાંગ.
૨૨. स्त्री. છળ; કપટ.
૨૩. स्त्री. જાનકીની એક સખીનું નામ.
૨૪. स्त्री. જીભ.
૨૫. स्त्री. જોજનનો ઓગણીસમો ભાગ.
૨૬. स्त्री. ઝિલ્લી; અસ્તર; પડ.
૨૭. स्त्री. ( સંગીત ) તાલનાં છ મુખ્ય અંગ માંહેનું ચોથું અંગ.
૨૮. स्त्री. તેજ; કાંતિ.
૨૯. स्त्री. ત્રીસની સંખ્યા.
૩૦. स्त्री. ધર્મપુરુષાર્થમાં જણાવેલ બત્રીસ ક્રિયા માંહેની દરેક. તે નીચે પ્રમાણે છે: ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવીત, ભૂષા, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેધ, પાનીય, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર, ગીત, વાદ્ય, નૃત્ય હવન, દક્ષિણા, પ્રદક્ષિણા, નમસ્કાર, સ્તુતિ અને વિસર્જન.
૩૧. स्त्री. નૃત્યનો એક ભેદ.
૩૨. स्त्री. નૌકા; હોડી.
૩૩. स्त्री. પાણી ભરવાનો ઘડો.
૩૪. स्त्री. પુરુષના દેહના સોળ અંશ માંહેનો દરેક. તે ઉપનિષદમાં નીચે પ્રમાણે વર્ણવેલ છે: ૧. પ્રાણ, ૨. શ્રધ્ધા., ૩. વ્યોમ, ૪. વાયુ. ૫. તેજ, ૬. જળ, ૭. પૃથિવી, ૮. ઇંદ્રિય, ૯. મન, ૧૦. અન્ન, ૧૧. વીર્ય, ૧૨. તપ, ૧૩. મંત્ર, ૧૪. કર્મ, ૧૫. લોક અને ૧૬. નામ.
૩૫. स्त्री. બહાનું.
૩૬. स्त्री. બે આંગળાનું માપ.
૩૭. स्त्री. બોલતાં ૧/૧૬ માત્રા જેટલો કાળ લાગે એવો સંગીતનો સ્વર; કલાસ્વર.
૩૮. स्त्री. ભગવાનનો એક અવતાર.
૩૯. स्त्री. ( પિંગળ ) માત્રા; લઘુવર્ણ. તેમાં એક જ માત્રા હોય છે.
૪૦. स्त्री. મિનિટ; બે પળનો સમય. કમળની સો પાંખડી એક ઉપર એક ગોઠવી, તેમાં ઉપરથી નીચે સુધી સોય એવી રીતે ભોંકવી કે પાંખડીને વીધતાં જે વખત લાગે તેને ક્ષણ કહે છે. એ પ્રમાણે ૪૦૯૬ ક્ષણનો વખત તે કલા કહેવાય છે.
૪૧. स्त्री. મોટી ચીસ.
૪૨. स्त्री. મોર પક્ષીએ ઊભાં કરલે પોતાનાં પીછાં.
૪૩. स्त्री. યજ્ઞના ત્રણ પૈકી કોઇ અંગ. મંત્ર, દ્રવ્ય અને શ્રધ્ધા એ ત્રણ યજ્ઞનાં અંગ અથવા કલા છે.
૪૪. स्त्री. યંત્ર.
૪૫. स्त्री. ( જ્યોતિષ ) રાશિના ત્રીશમા ભાગનો સાઠમો ભાગ.
૪૬. स्त्री. વિદ્યા. શિલ્પસંહિતામાં નીચે પ્રમાણે ચોસઠ કલા વર્ણવેલી છે: (૧) સીરાધ્યાકર્ષણ, (૨) વૃક્ષારોહણ, (૩) યાવાદિક્ષુવિકાર, (૪) વેણતૃણાદિકૃતિ, (૫) ગજાશ્વસ્વારથ્ય, (૬) દુગ્ધદોહવિકાર, (૭) ગતિશિક્ષા, (૮) પલ્યાણક્રિયા, (૯) પશુચર્માગનિર્હાર, (૧૦) ચર્મમાર્દવક્રિયા, (૧૧) ક્ષુરકર્મ, (૧૨) કંચુકાદિસીવન, (૧૩) ગૃહભાંડાદિ-માર્જન, (૧૪) વસ્ત્રસંમાર્જન, (૧૫) મનોનુકૂલસેવા, (૧૬) નાના દેશીય વર્ણલેખન, (૧૭) શિશુસંરક્ષણ, (૧૮) સુયક્ત તાડન, (૧૯) શય્યાસ્તરણ, (૨૦) પુષ્પાદિગ્રથન, (૨૧) અન્નપાચન, (૨૨) જલ-વાયવગ્નિસંયોગ, (૨૩) રત્નાદિસદસદ્દજ્ઞાન, (૨૪) ક્ષારનિષ્કાસન, (૨૫) ક્ષારપરીક્ષા, (૨૬) સ્નેહ-નિષ્કાસન, (૨૭) ઇષ્ટિકાદિભાજન, (૨૮) ધાત્વૌષધીના સંયોગ, (૨૯) કાચપાત્રાદિકરણ, (૩૦) લોહાભિસાર, (૩૧) ભાંડક્રિયા, (૩૨) સ્વર્ણાદિતાથાત્મયદર્શન, (૩૩) મકરંદાદિકૃતિ, (૩૪) સંયોગધાતુજ્ઞાન, (૩૫) બાહ્યાદિભિર્જલતરણ, (૩૬) સૂત્રાદિરજ્જીકરણ, (૩૭) પટબંધન, (૩૮) નૌકાનયન, (૩૯) સમભૂમિક્રિયા, (૪૦) શિલાર્ચા, (૪૧) વિવરકરણ, (૪૨) વૃતખંડબંધન, (૪૩) જલબંધન, (૪૪) વાયુબંધન, (૪૫) શકુંતશિક્ષા, (૪૬) સ્વર્ણલેપાદિસત્ક્રિયા, (૪૭) ચર્મકૌષેયવાર્ક્ષ્યકાર્પસાદિપટબંધન, (૪૮) મૃત્સાધન, (૪૯) તૃણાદ્યાચ્છાદન, (૫૦) ચર્ણોપલેપા, (૫૧) વર્ણકર્મ, (૫૨) દારુકર્મ, (૫૩) મૃત્કર્મ, (૫૪) ચિત્રાદ્યાલેખન, (૫૫) પ્રતિમાકરણ, (૫૬) તલક્રિયા, (૫૭) શિખરકર્મ, (૫૮) મલ્લયુદ્ધ (૫૯) શસ્ત્રસંધાન, (૬૦) અસ્ત્રનિપાતન, (૬૧) વ્યૂહરચના, (૬૨) શલ્યાદતિ, (૬૩) વ્રણવ્યાધિનિરાકરણ, (૬૪) વનોપવનરચના.
૪૭. स्त्री. ( પુરાણ ) વિભીષણની મોટી દીકરી. એ વારંવાર અશોકવનમાં જઇ સીતાને રામના કુશળ વર્તમાન કહેતી.
૪૮. स्त्री. વૃદ્ધિ.
૪૯. स्त्री. વ્યાજનું ધન.
૫૦. स्त्री. શક્તિ; સામર્થ્ય.
૫૧. स्त्री. શરીરની ગરમીથી પાકતો ધાતુનો ભીનાશવાળો ભાગ; શરીરમાં રહેલ એક ધાતુ; કલેદ.
૫૨. स्त्री. શિવની શક્તિ.
૫૩. स्त्री. શોભા.
૫૪. स्त्री. સમયનું એક માપ; ક્ષણનો ત્રીશમો ભાગ.


૫૫. स्त्री. સૂર્યનાં ૧૦૮ માંહેનું એક નામ.
૫૬. स्त्री. સૂર્યનો બારમો ભાગ. વર્ષની બાર સંક્રાંતિના વિચારથી સૂર્યનાં બાર નામ છે. તેના તેજને કલા કહે છે. તે બાર કલાનાં નામ: ૧. તપિની, ૨. તાપિની, ૩. ધૂમ્રા, ૪. મરીચિ, ૫. જ્વાલિની, ૬. રુચિ, ૭. સુષુમ્ણા, ૮. ભોગદા, ૯. વિશ્વા, ૧૦. બોધિની, ૧૧. ધારિણી અને ૧૨. ક્ષમા.
૫૭. स्त्री. સોનાના એક સિક્કાનું નામ; શહેનશાહ અકબરના સમયનો સોના કે ચાંદીનો એક સિક્કો. તે ઇલાહીથી ૧/૮ હતો અને તેની બંને બાજુ ઉપર જંગલી ગુલાબનાં ફૂલ હતાં. ચાંદીનો સિક્કો ચોખૂણાકાર હતો. તે જબાલી રૂપિયાની ૧ ૧/૬ની બરાબર હતો.
૫૮. स्त्री. સોળની સાંકેતિક સંખ્યા.
૫૯. स्त्री. સૌંદર્યયુક્ત રચના કે તેવી હિકમત.
૬૦. स्त्री. સ્ત્રીરજ.
૬૧. स्त्री. ( યોગ ) હઠયોગમાં રહેલી કુંડલિની શક્તિ.
૬૨. स्त्री. હુન્નર; કસબ. જુદા જુદા લોકોની જુદી જુદી કલાઓ માનવામાં આવે છે. જેમકે, વાણિયાની ૬૪, સ્ત્રીની ૫૨, વેશ્યાની ૬૪, ગણિકાની ૩૬, કાયસ્થની ૧૬, દરિદ્રની ૧૨, જુગારીની ૧૬, મદની ૩૨, ગવૈયાની ૧૨, સોનીની ૬૪, ચોરની ૩૬, મદ્યપીની ૧૬, કામીની ૬૪, દીવાનની ૧૬, ધુતારાની ૬૪, ગૃહસ્થની ૨૫, યોગની ૨૩, ધર્મની ૬૪.