ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નંદિની  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિગંળ ) અતિજગતીની જાતનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં સગણ, મગણ, તગણ, સગણ અને ગુરુ મળી તેર અક્ષર હોય છે.
पुं. ( પિંગળ ) ત્રિષ્ટુપની જાતનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; દારિકા. તેના દરેક ચરણમાં સગણ, જગણ, સગણ, લઘુ અને ગુરુ મળી અગિયાર અક્ષર હોય છે. તેમાં પાંચમા અક્ષર ઉપર વિસામો આવે છે.
स्त्री. ઉમા; પાર્વતી.
स्त्री. એ નામની એક દેવી. તેનું સ્થાન દેવીકોટમાં છે.
स्त्री. એ નામની વનસ્પતિ; અશેળિયો.
स्त्री. એક જાતની માવાદાર કેરી.
[ સં. નદ્ ( આનંદ આપવો ) + ઇન્ ( વાળું ) + ઈ ( નારીજાતિનો પ્રત્યય ) ] स्त्री. કન્યા; દુહિતા; દીકરી; પુત્રી; છોકરી.
स्त्री. કામધેનુ ગાયની પુત્રી. તે વસિષ્ઠ ઋષિ પાસે હતી. દિલીપ રાજાએ તેને વનમાં ચરતી વખતે સિંહથી બચાવી હતી અને તેની આરાધનાથી તેણે રઘુ નામે પુત્ર મેળવ્યો હતો. મહાભારતમાં લખ્યું છે કેઃ દ્યો નામનો વસુ પોતાની સ્ત્રીના કહેવાથી તેને વસિષ્ઠના આશ્રમમાંથી ચોરી લાવ્યો હતો, જેથી વસિષ્ઠના શાપથી તેણે ભીષ્મ બની આ પૃથ્વી ઉપર લેવો પડ્યો હતો. જ્યારે વિશ્વામિત્ર ઘણા લોકોને પોતાની સાથે લઈને એક વાર વસિષ્ઠને ત્યાં ગયા, ત્યારે વસિષ્ઠે આ ગાયથી બધું મેળવીને બધા લોકોનો સત્કાર કર્યો હતો. આ જોઈને વિશ્વામિત્રે વસિષ્ઠ પાસે આ ગાય માગી, પણ જ્યારે વસિષ્ઠે તે ન આપી, ત્યારે વિશ્વામિત્ર જબરજસ્તીથી તેને લઈ ચાલ્યા. રસ્તામાં તેને ચલાવવાથી તેના શરીરનાં જુદાં જુદાં અંગોમાંથી મ્લેચ્છો અને યવનોની મોટી સેના નીકળી પડી, જેણે વિશ્વામિત્રને હરાવી તેની પાસેથી ગાયને છોડાવી.
स्त्री. કાર્તિકેયની એક માતૃકા.
૧૦ स्त्री. ગંગા નદી.
૧૧ स्त्री. ગૌચંદન.
૧૨ स्त्री. જટામાંસી નામની વનસ્પતિ.
૧૩ स्त्री. તંત્રશાસ્ત્રમાં જણાવેલ નવ માંહેની એક પ્રકારની શક્તિ.
૧૪ स्त्री. દુર્ગા દેવી; દુર્ગાનું એક નામ. તેની મૂર્તિ નંદિપુર નામના પીઠસ્થાનમાં છે.
૧૫ स्त्री. નણંદ.
૧૬ स्त्री. પત્ની; સ્ત્રી.
૧૭ स्त्री. પવિત્ર તુલસી.
૧૮ स्त्री. મહાભારતમાં જણાવેલી એ નામની એક પ્રાચીન નદી.
૧૯ स्त्री. મેંદીનાં બી.
૨૦ स्त्री. રેણુકા નામનું સુગંધી દ્રવ્ય.
૨૧ स्त्री. વસિષ્ઠ ઋષિની કામધેનુ ગાય.
૨૨ स्त्री. વ્યાડિ મુનિની માતાનું નામ.
૨૩ स्त्री. સીતાનાં હજાર માંહેનું એક નામ.
૨૪ स्त्री. ( પુરાણ ) સુરભિને કશ્યપથી થયેલ એ નામની કન્યા.
૨૫ वि. स्त्री. આનંદ આપનારી.